જુનાગઢ,તા.૧૬
જમ્મુ-કશ્મીરનાં પુલવામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં આતંકીઓના હિટલિસ્ટમાં હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષામાં વધારો કરી દેવાયો હતો. બીજી તરફ જૂનાગઢમાં મિનીકુંભ મેળો યોજાનાર હોવાથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજજ થયું છે અને સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.
જગતમંદિરમાં સુરક્ષામાં વધારો કરી ૪૦ એસઆરપી, ૪૦ હોમગાર્ડ, ૨૦ મહિલા પોલીસ સહિત તેમજ ૧૦૦ જેટલો સ્ટાફ દ્વારકાધીશ જગતમંદિરમાં તૈનાત કરી સુરક્ષામાં વધારો કરાયો છે. કોઇ અનિચ્છનીય ઘટના ન ધટે તે માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અને કોઇપણ અજાણ્યા શખ્સો કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા પોલીસે શહેરીજનોને અપીલ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



