પટના,તા.૧૬
જમ્મૂ-કાશ્મીરના પુલવામમાં થયેલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના નશ્વર દેશને લઈને જઈ રહેલા એરફોર્સના વિશેષ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ. જેના કારણે શહીદ જવાનોના મૃતદેહો પટના એરપોર્ટ પર જ કલાકો સુધી અટવાઈ પડ્યાં હતાં. આ વિમાનમાં બિહાર સહિત કેટલાક રાજ્યોના શહીદોના મૃતદેહો લઈ જવામાં આવી રહ્યાં હતા.
આ વિમાનમાં ૨ મૃતદેહો બિહારના જવાનોના હતાં. બિહારના જવાનોના મૃતદેહોને પટના એરપોર્ટ પર ઉતાર્યા બાદ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે અરફોર્સનું આ વિમાન ઉડાન ભરી શક્્યુ નહોતુ. પરિનામે જવાનોના નશ્વર દેહને તેમના ઘરે પહોંચાડવા માટે સંબંધીત રાજ્યોમાંથી હેલિકોપ્ટર અને સ્પેશિયલ વિમાનો મંગાવવામાં આવ્યા છે.
આજે એરફોર્સનું સ્પેશિયલ વિમાન મારફતે જમ્મૂ-કાશ્મીરમાં શહીદ થયેલા આઠ જવાનોના નશ્વર દેહને લઈને નિર્ધારીત સમય પર પટના આવી પહોંચ્યું હતું. પરંતું અહીં એન્જીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા વિમાન ટેક ઓફ કરી શક્યું નહોતું.
પટના એરપોર્ટ પર કલાકો સુધી છ શહીદોના મૃતદેહ અટવાઈ પડ્યા હતાં. આ મૃતદેહમાં રાંચીના એક, ૨ કોલકાતા, એ ગુવાહાટીના અને ૨ ઓરિસ્સાના જવાનના મૃતદેહોનો શમાવેશ થાય છે. એરફોરનું વિમાન ખરાબ થતા જુદા જુદા રાજ્યો પાસેથી વિશેષ વિમાન અને હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. સૌપ્રથમ ઓરિસ્સાના જવાનોના નશ્વર દેહ બપોરે એક વાગ્યે એક વિશેષ વિમાન દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે રાંચીના એક જવાનનો મૃતદેહ લઈ જવા માટે એરફોર્સનું સ્પેશિયલ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે. આવી જ રીતે બાકીના જવાનોના મૃતદેહોને તેમના ગૃહરાજ્યોમાં મોકલવા માટે વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




