કારની સાઇડ કાપવાની બાબતમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવકનું મોત

0
24

જુનાગઢ,તા.૧૮
સુરેન્દ્રનગર જિલ્લાના ખીટલા ગામે એક યુવકે કારની સાઇડ કાપી હતી. આ અંગે બીજા યુવકે બબાલ કરી હતી. કારની સાઇડ કાપવા જેવી નજીવી બાબતે મોટી બબાલ થઇ હતી. સામાન્ય બાબતે બોલાચાલી થતાં ફાયરિંગમાં એક ૩૨ વર્ષીય યુવાનનું મોત હાલમૃતકને સાયલા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. ફાયરિંગમાં મોતને ભેટેલા યુવકનું નામ ધીરુભાઇ જેઠસુરભાઇ ખવડ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તપાસ માટે સાયલા હોસ્પિટલ પહોંચ્યો છે. બે રાઉન્ડ ફાયરિંગ થયાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગુનોં નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના થાનગઢના વગડિયામાં વેપારી પર બેથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. જા ફાયરિંગમાં કરિયાણાના સ્ટોલ પર ઉભેલા યુવકને ગોળી વાગી હતી, અને તે ઘાયલ થઇ ગયો હતો. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ તપાસમાં પ્રાથમિક તારણ બહાર આવ્યું કે ફાયરિંગ કરનાર આરોપી થાનગઢનો માથાભારે શખ્સ છે, જેણે અગાઉ પણ વેપારીની દુકાન પર ફાયરિંગ કરી ખંડણી માગી હતી, આ કેસમાં જેલમાંથી તે હાલમાં જ છૂટ્યો હતો, જેલમાંથી છૂટ્યા બાદ ફરી તેણે પોતાના લખણ છલકાવ્યા અને વેપારી પર ફાયરિંગ કર્યું હતું. હાલ પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY