‘ચૂંટણી કાર્ડ નહીં તો મત નહીં’નો નિયમ સંપૂર્ણપણે અમલી બનાવાયો

0
4

જુનાગઢ,તા.૨૩
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગિર-સોમનાથ, પોરબંદર અને અમરેલી એમ ૪ જિલ્લાનાં ૧૩,૮૪,૬૯૧ મતદારો મતદાન કરવા માટે પોતાનું ચૂંટણી ઓળખપત્ર સાથે નહોતા લઇ ગયા. તેઓ કાંતો ચૂંટણી પંચે આપેલી મતદાનની સ્લીપ લઇ ગયા હતા, કાં તો વૈકલ્પિક ઓળખ માટેનાં ૧૧ પૈકીનો કોઇ ઓળખનો પુરાવો લઇને મત આપવા ગયા હતા. હવે જાકે, મતદારોની સંખ્યામાં વધારો થયો છે. એ જાતાં કમસેકમ આટલા મતદારોએ જા મત આપવો હશે તો પોતપોતાનાં ચૂંટણી કાર્ડ શોધીજ રાખવાં પડશે. અન્યથા તેઓ મત નહીં આપી શકે.
ચૂંટણી પંચ માને છે કે, ૯૯.૫ ટકા મતદારોને પોતાનાં ચૂંટણી કાર્ડ મળી ચૂક્યા છે. તેઓએ ઓળખનાં પુરાવા તરીકે ફક્ત ચૂંટણી પંચે ઇસ્યુ કરેલું ઓળખપત્ર જ માન્ય ગણાશે. માત્ર વોટર સ્લીપ પણ ઓળખનાં પુરાવા તરીકે માન્ય નહીં ગણાય. આ ૪ જિલ્લામાં પોરબંદર, અમરેલી અને જૂનાગઢ એમ ૩ લોકસભા બેઠકો આવે છે. અને તેમાં કુલ મતદારો એ વખતે ૩૪,૩૨,૪૧૦ હતા. એ પૈકી કુલ ૧૯,૭૦,૧૬૫ લોકોએ મતદાન કર્યું હતું. અને ૨૦,૬૬૭ લોકોએ તો ઓળખનાં અન્ય પુરાવા બતાવીને મતદાન કર્યું હતું. આ લોકોએ પણ આ વખતે ચૂંટણી કાર્ડ સાથે લઇ જ જવું પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY