મોરબીના ઊંટબેટ ગામેથી ગેર કાયદેસર બંદુક સાથે એક ઝડપાયો

0
12

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી જીલ્લામાં ગેર્કય્દેસ્સાર હથિયારો રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો શોધી કાઢવાની સૂચનાને પગલે એસઓજી પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય

દરમિયાન એસઓજી ટીમના ભરતભાઈ જીલરીયા અને ધર્મેન્દ્ર પટેલને મળેલી બાતમીને આધારે મોરબીના ઊંટબેટ (શામપર) ગામે પાણીના ટાંકા પાસેથી આરોપી કરીમ ફૂલ્લુંભાઈ લુંણાઈ સંધી (ઉ.વ.૩૫) રહે ઊંટબેટ વાળાને દેશી બનાવટની મઝલલોડ (જામગરી) બંદુક નંગ ૧ કિમત ૨૦૦૦ સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં મોરબી એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણા, ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, ધર્મેન્દ્રભાઈ પટેલ અને ભરતસિંહ ડાભી સહિતનો સ્ટાફ રોકાયેલ હતો

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY