પીએમ મોદીથી પ્રભાવિત થઇ મહિલાએ ૫.૫૫ લાખ વખત હિરાબાનું નામ લખ્યું

0
25

જુનાગઢ,તા.૨૨
વડીલો નિરાંતની પળોમાં ભગવાનના નામો લખતા હોય છે. કોઈ ઓમ નમઃ શિવાય તો કેટલાક ગાયત્રી મંત્ર પણ લખતા હોય છે. પરંતુ જુનાગઢની એક યુવતીએ વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઇને તેમની માતા હીરાબાનું નામ ૫.૫૫ લાખ વખત લખ્યું છે.
જુનાગઢ જિલ્લાના નાના એવા ગામ મોટીધનેજ ગામે રહેતી ધાનીબેન પરબતભાઈ વરુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રેમ અને તેમની કામગીરીથી પ્રભાવિત છે. ખાસ તો આવા સપુતને જન્મ આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને વંદન કરે છે અને તેમની માતાને બિરદાવવા ૫,૫૫,૫૫૫ વાર તેમનું નામ લખ્યું છે.
છેલ્લા ૨ વર્ષથી સતત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દામોદરદાસ મોદી નામનો મંત્ર લખી રહ્યા છે. તેઓ મોદીની કાર્યશૈલી અને તેમના વિચારો તેમજ આદર્શોથી પ્રભાવિત થઇ તેઓએ આ કાર્ય હાથ ધર્યું છે. આજીવન વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી રહે તેવી ધાનીબેનની આશા છે. ધનીબેન પીએમ મોદીને મળી આ તમામ લખેલા નામોની બુક્સ તેમને આપવા ઈચ્છા ધરાવે છે. હજુ તેઓ નામ લખવાના ચાલુ રાખશે તેવું તેમણે જણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY