મુંબઈ,તા.૮
ફિલ્મ સર્જક ઇન્દ્ર કુમારની સુપરહિટ કોમેડી ફિલ્મ ધમાલની સિક્વલ ટોટલ ધમાલની રિલિઝ ડેટ બદલાઇ ચૂકી છે કારણ કે ફિલ્મમાં કેટલીક સ્પેશિયલ ઇફેક્ટ્સનું કામ હજુ ઘણું બાકી છે એવી માહિતી મળી હતી.
અજય દેવગણ, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અર્શદ વારસી અને જાવેદ જાફરી જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ મૂળ યોજના મુજબ ચાલુ માસમાં (ડિસેંબર ૨૦૧૮) રજૂ થવાની હતી. પરંતુ લેટેસ્ટ જાહેરાત મુજબ હવે આ ફિલ્મ ૨૦૧૯ના ફેબુ્રઆરીમાં રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. ફિલ્મની રિલિઝ બદલવા પાછલના કારણની જાહેરાત ફિલ્મ સર્જક તરફથી કરાઇ નહોતી.
આ વિશે મિડિયામાં વિવિધ તર્ક કરવામાં આવે એ પહેલાં કોમેડિયન જાવેદ જાફરીએ એવી સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મમાં કેટલીક સ્પેશિયલ ઇફેક્ટ્સની જરૃર હતી. એ કામ બાકી રહી જવાથી ફિલ્મની રિલિઝ ડેટ બદલવાની ફરજ પડી હતી.
જાવેદ તાજેતરમાં પોતાના ભાઇ નાવેદ જાફરી સાથે એક ઇવેન્ટમાં હાજર રહ્યો હતો ત્યાં મિડિયા સાથે વાત કરતાં જાવેદે આ હકીકત રજૂ કરી હતી અને કહ્યું હતું કે ટોટલ ધમાલ ફિલ્મ પણ જબરદસ્ત કોમેડી ફિલ્મ છે. એની રિલિઝ ડેટ બદલવા પાછળ બીજું કોઇ કારણ જવાબદાર નથી. માત્ર સ્પેશિયલ ઇફેક્ટ્સ બાકી હોવાથી રિલિઝની તારીખ બદલવી પડી હતી.
ટોટલ ધમાલ ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડી છે. અત્યાર અગાઉ ધમાલ સિરિઝની બે ફિલ્મો રજૂ થઇ ચૂકી છે જે બંને હિટ નીવડી હતી. ત્રીજી કડીમાં બોમન ઇરાની અને જાની લિવર પણ રજૂ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



