દંપતીએ પ્રેમજાળમાં ફસાવી યુવક પાસેથી ૮૨ હજાર પડાવ્યા

0
3

જુનાગઢ,તા.૨૯
જુનાગઢમાં અજયભાઈ પ્રવિણભાઈ દોમડીયાએ મોડી સાંજે બાબરા પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ ચારેક માસ પહેલા તેમના મોબાઈલમાં યુવતી દ્વારા ફોન કરી પોતાને ઓળખી જવા જેવી યુવકને રસ ઉપજાવતી વાતો કરી અને બીજા દિવસે પણ વાતો કરી પોતાની ઓળખ વૈશાલી નામથી આપી હતી. બાદ યુવકે ફોન કરવાની ના પાડવા છતા પરણિત યુવતી દ્વારા અવારનવાર ફોન કરવામાં આવતો હતો.
તેવામાં અચાનક તેના પતી તરૂણ જુનાગઢવાળાને યુવતીએ ફોન આપી દેતા યુવતીનો પતિ ધમકાવવા લાગેલો અને બ્લેક મેઈલ કરવાના ઈરાદે ફોન રેકોર્ડ કર્યાનું જણાવી પાંચ લાખની માંગણી કરી હતી. આબરૂ જવાની બીકે ભયભીત બનેલા યુવકે પ્રથમ આંગડીયા સર્વિસ મારફતે ૨૦ હજાર બાદમા ૧૨ હજાર અને બાબરા રૂબરૂ મળવા આવતા ૧૮ હજાર, ૫ હજાર એમ કુલ ૮૨ હજાર આપ્યા હતા. આ ઉપરાંત વધુ નાણાની માંગણી કરતા યુવકે પોલીસને જાણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY