મનોજ તિવારીએ FIRમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બનાવ્યા આરોપી

0
8

ન્યુ દિલ્હી,તા.૧૫
રાજધાનીમાં સિગ્નેચર બ્રિજનાં ઉદઘાટન દરમિયાન થયેલી બબાલ બાદ દાખલ કરવામાં આવેલી હ્લૈંઇમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. ભાજપનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ હ્લૈંઇમાં કેજરીવાલને પણ આરોપી બનાવ્યા છે.
આપને જણાવી દઈએ કે, ૪ નવેમ્બરે સિગ્નેચર બ્રિજનાં ઉદઘાટન દરમિયાન મનોજ તિવારી સિગ્નેચર સાઈટ પર વિરોધ કરવા પહોંચ્યા હતાં. જ્યાં દિલ્હી પોલિસ અને આમ આદમીનાં કાર્યકર્તાઓએ તેમને મંચ પર ચઢતા રોક્્યા હતા. આ દરમિયાન મનોજ તિવારી અને આપનાં કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. ત્યારબાદ મનોજ તિવારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી હતી.
આ આખી ઘટના પહેલાં દિલ્હીમાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજ પર કિન્નરોનાં નિર્વસ્ત્ર થવાનો વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે મામલે પોલીસે સાર્વજનિક સ્થાન પર અશ્લીલ હરકત કરવાનાં મુદ્દે ફરિયાદ નોંધી હતી. પોલીસનાં એક ટોચનાં ઓફિસરે બુધવારે કહ્યું કે, “સાર્વજનિક સ્થાન પર અશ્લીલ હરકત કરવાનાં મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. અને મામલાની તપાસ ચાલુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY