માળિયા હાટીના ગડુ (શેરબાગ) જેતપુર – સોમનાથ હાઈવે ઉપર આવેલ છે આ હાઇવે ઉપર એકજ ATM આવેલ હોઇ આ એ.ટી.એમ મશીન બાજુ માં સોમનાથ આવતા પ્રવાસીઓ તેમજ એ.ટી.એમ ધારકો માટે આશીર્વાદ સમાન આ એ.ટી.એમ મશિન કેટલા ક સમયથી બંધ હાલતમાં છે જે બાબતે કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી.ભાજપ- કોંગ્રેસ નેતા ધારાસભ્ય અને સાંસદ બન્ને આ વિસ્તારમાં વસવાટ કરે છે તો પણ આ મુસીબતનો લોકો એ સામનો કરવો પડે છે આ એ.ટી.એમ મશીન ધણા ટાઈમથી ધુળ ખાઈ છે. એ.ટી.એમ ધારકો જોઈ-જોઈને જતા રહે છે અનેક વખત રજૂઆતો કરવા છતા પણ કોઈ નિરાકરણ આવેલ નથી,એટીએમ મશીન શોભના ગાંઠિયા સમાન માત્ર જગ્યા રોકી રહ્યું છે અને લોકોને નાણાં મેળવવા ધકકા થતા હોવાથી લોકોમાં તંત્ર પર નારાજગી જોવા મળેલ છે
સવાલ એ થાય છેકે શુ આમજ એ.ટી.એમ. બંધ રહેશે કે પછી લોકોની હલાકી જોઈને પ્રજા ના પ્રતિનિધિ ચાલુ પણ કરાવશે ખરા?
રીપોર્ટર:- મનીષ ડાકી-જુનાગઢ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






