માંગરોળના રહીજ ગામમા બિનખેતીની જમીનમાં ખેતી કરવાની વિગત સામે આવી.

0
110

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામના ખેડ ખાતા નમ્બર 300 ના સર્વે નમ્બર 492 અને 493 જે નાગજીભાઇ દાજીભાઇ ચુડાસા તથા તેમના સયુકત ખાતેદારૉના નામની જમીન છે જેમા બિનખેતી નો હુકમ થયેલો છે પરંતુ હાલ તેમાં થોડી જમીન જ બિન ખેતીમાં ઉપયોગમા લેવાઇ છે બાકી ની જકમીન મા બાજરી અને તલનું વાવેતર કરીને ખેતી કરવામાં આવી રહી હોય તેવો વિડીયો સામે આવ્યો છે, પ્રેસ પ્રતીનીધી દ્વારા ખરાઈ કરતા સંમ્પૂર્ણ સત્ય સામે આવ્યુ ને વિડીયો સાચો સાબીત થયો,

હાલમા જે ઉદ્યોગ માટે જી.ઇ.બી દ્વારા કનેકશન આપવામાં આવ્યું છે તેનો પણ ખેતીમાં ઉપયોગ થતો હૉય તથા બીન ખેત કરાયેલ જમીન મા ખેતી કાર્ય કરી સમ્પૂણ શરતભંગ થતી હોય તો  અહીં સઘન કાયદાકીય કાર્યવાહી કેમ નથી થતી કે પછી પૈસાની લેવડ દેવડ ને કારણે સઘળી બાબતો દબાઈ હોય તેમ છે!? આવા કિસ્સા ખુલે આમ બને  છતાં પણ અધિકારીઓનુ ધ્યાન આવી બાબતો પર કેમ નથી પડતું એ પણ વિચારવું રહ્યું.જો પ્રમાણિક કાર્યવાહી કરવામાં આવે તો રૂબરૂ તપાસમાં સઘળી બાબતો ની સાબિતી સહિત સ્થળ પરથી જ મળી શકે છે.આ બાબતને ગંભીર નોંધ લઈને વહેલી તકે કાર્યવહી કરવામાં આવશે કે કેમ કે પછી પૈસાના વહીવટમાં સઘળી બાબતો દબાઈ જશે એ તો સમય જ બતાવશે.

રિપોર્ટ
મનીષ ડાકી જૂનાગઢ
70161 59934

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY