જૂનાગઢ તા.૨૮, જૂનાગઢ શહેરનાં કડીયાવાડમાં રહેતા કારાભાઇ વાલાભાઇ સીંગલની ૧૭.૫ વર્ષિય દીકરી હીનાબેન તા. ૧૧ મીનાં રોજ કડીયાવાડના તેમનાં નિવાસ સ્થાનેથી ગુમ થયા છે. તેણી ગુજરાતી ભાષા જાણે છે. ઘઉંવર્ણા હીનાબેન ગોળ ચહેરો ધરાવે છે. વાળ અને આંખ કાળી છે. ગુમ થયા ત્યારે ડ્રેસ પહેરેલ હતો. આ કામની તપાસ સૃકલ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.સોલંકી ચલાવી રહ્યા છે. જો કોઇને કારાભાઇની દીકરી હીનાની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પી.એસ.આઇ. એમ.જે.કનેરીયાની યાદીમાં જણાવાયુ છે.
મનીષ ડાકી-જૂનાગઢ70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





