વિસાવદરના જેતલવડ ગામે માતાએ ૪ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ચારના મોત

0
33

જૂનાગઢ,તા.૩
વિસાવદરના જેતલવડ ગામે ચારણ પરિવારની મહિલા જીવુબેન કાળુભાઇ વિરમએ પોતાની બે પુત્રી જાનવી અને હેત્વી તથા બે પુત્રો કરણ અને રાજુ સાથે ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં માતા જીવુબેન, જાનવી, હેત્વી અને કરણનું મોત નીપજ્યું છે. જ્યારે સાત વર્ષના રાજુને બચાવી લેવાયો છે. તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસાવદર પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
માતાએ ૪ બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે ૭૦ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા ૧૦૮ અને પોલીસ તેમજ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકંકાસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે.
જીવુબેને પહેલા પોતાના બે પુત્રો અને બે પુત્રીને ફેંકી બાદમાં પોતે કૂવામાં કૂદી હતી. આથી વિસાવદર પોલીસે માતા પર ૩૦૨નો ગુનો નોંધી પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.
ઘટના અંગે જૂનાગઢના એસપી સૌરભસિંઘે જણાવ્યું હતું કે, પટેલની વાડીમાં આવેલા કૂવામાં માતાએ ચાર બાળકો સાથે ઝંપલાવ્યું છે. એક બાળક જીવિત છે અને તેની હાલત નાજુક છે. તેને સારવાર માટે જૂનાગઢ ખસેડાયો છે. તે ભાનમાં આવશે તો તેનું નિવેદન લઇશું અને આખી ઘટના વિશે જાણીશું. આપઘાત કરવાના ઇરાદે જ તેઓએ કૂવામાં ઝંપલાવ્યાનું હાલ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY