સુરત ગ્રામ્ય પોલીસે બે સ્થળો પરથી રૂ. ૯.૪૫ લાખનો દારૂ ઝડપી પાડ્યો

0
182

સુરત, તા. ૦૨
આર.આર.સેલ અને અોપરેશન ગ્રુપે બે સ્થળેથી રૂ. ૯.૪૯ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા જપત કર્યો હતો.
આર.આર.સેલે બાતમીના આધારે ચોર્યાસી ગામના ટોલનાકા ઉપર વોચ ગોઠવી બોલેરો ગાડી નં. એમએચ-૧૫-એફવી-૬૩૬૮ જપ્ત કરી રૂપિયા ૧.૨૦ લાખની ૧૨૬૦ બોટલ,ગાડી, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૧૦૦૦ જપ્ïત કર્યા હતા. પોલીસે આરોપી લાલુ રામદાસ ગારે (નાસિક)ની ધરપકડ કરી હતી. જ્યારે વડોદરાના બુટલેગર સાવન અને માળ ભરાવનાર એક્ટિવા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુરત રેન્જ આઈજીના અોપરેશન ગ્રુપે પણ આંબોલી ગામ ચાર રસ્તા પાસેથી ગાડી જપ્ત કરી રૂ. ૮.૨૯ લાખની કિંમત ૯૬૪૮ દારૂની બોટલો, ગાડી મળી કુલ્લે રૂ. ૨૩.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY