જૂની અદાવતમાં તલવારના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખ્યો

0
35

સુરત,તા.૨૭
ચાર વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં કૈલાસનગર ગરબા ચોક પાસે સોમવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ચાર મિત્રો ઉપર હરીફગેંગના માણસો તલવાર અને ચપ્પા સાથે તૂટી પડ્યા હતા. જેમાં એકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જણાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક અઠવા પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો.
કૈલાસનગર ગરબા ચોક પાસે રહેતા અક્ષય જયેશ પટેલ, બોબી જયેશ પટેલ, બંટી દિલીપ કહાર અને બિપિન કાંતિલાલ સોમવારે રાત્રે ઘર નજીક ઉભા હતા. તે વખતે ચાર વર્ષ અગાઉ વોલીબોલ રમવા બાબતે અક્ષય સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી વિક્કી કિશોર પટેલ, જયમેશ કિશોર પટેલે અન્ય ચારેક મિત્રો સાથે તલવાર અને ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો હતો. વિક્કીની ટોળકીએ આડેધડ ઉપરા છાપરી ઘા મારતા રસ્તા પર નાસભાગ મચી ગઈ હતી. ચારેય મિત્રો પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા હતા પરંતુ વિક્કીની ટોળકીએ પકડી પકડીને ઘા મારતા ચારેય જણા લોહીલુહાણ થયા હતા તો રસ્તા પણ લોહીનાં ખાબોચિયાંથી ભરાયા હતા. હુમલામાં બંટી કહારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે બાકીના અક્ષય, બોબી અને બિપિનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY