૩૯મી વર્ષગાંઠ પર તાલિબાને કડક શબ્દોમાં સંદેશ આપ્યો
કાબૂલ,તા.૨૭
તાલિબાને અમેરિકાને ગુરુવારે ધમકી આપતા જણાવ્યું છે કે યુએસ અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ ખસી જાય અન્યથા ૧૯૮૦માં સોવિયેત સંઘના હાલ થયા તેવા હાલ થશે.અફઘાન પર સોવિયેતે કબજા મેળવ્યાની ૩૯મી વર્ષગાંઠ પર તાલિબાને કડક શબ્દોમાં સંદેશ આપતા જણાવ્યું કે અમેરિકન સૈન્યએ અપમાન સહન કર્યું અને હવે તેમણે શીત યુદ્ધના સાથી સોવિયેત સંઘ પાસેથી કંઈક શીખવું જાઈએ.
૧૯૮૯માં સોવિયેતને અફઘાનમાંથી બહાર ખદેડવામાં આવ્યા હતા અને સાથે જ એક દાયકા લાંબા લોહિયાળ ગૃહ યુદ્ધનો અંત આવ્યા હતો અને તાલીબાનનો ઉદય થયો હતો. તાલીબાનના પ્રવક્તા ઝૈબુલ્લાહ મુજાહીદે જણાવ્યુંકે ‘સોવિયેતની હારમાંથી યુએસ કંઈક બોધપાઠ લે અને અગાઉ પુરવાર કરી ચૂકેલા અફઘાનીઓની કસોટી ના કરે.’
મુજાહિદના મતે તાલિબાન અને યુએસના ભાવિ સંબંધો ઘર્ષણને બદલે ઉદાર કુટનીતિ અને આર્થિક સિદ્ધાંતો પર નિર્ભર રહેશે. અગાઉ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અફઘાનિસ્તાનમાંથી આશરે અડધો અડધ અર્થાત ૧૪,૦૦૦ સૈનિકો પરત બોલાવવાના નિર્ણય મુદ્દે તાલીબાને કોઈ નિવેદન આપ્યું નહતું. તાલીબાન ઘણા લાંબા સમયથી શાંતિ વાર્તા માટે પહેલા વિદેશી સૈન્યને ખસેડવાની માગ કરી રહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



