વડોદરા આંશિક બંધ : કોઠી ચાર રસ્તા પર કચરો ઠાલવી ચક્કાજામ

0
63

એટ્રોસિટિ એક્ટમાં ફેરફાર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દલિત સંગઠનો આજે રસ્તા પર ઉતર્યા હતાં. શહેરના કોઠી ચાર રસ્તા પાસે બપોરે દલિતો દ્વારા ચક્કાજામ કરાયા બાદ રોડ પરજ લારીઓમાંથી કચરો ઠાલવી દીધો હતો. કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં પણ દલિતો દ્વારા ભારે સુત્રોચ્ચાર કરાયા હતા અને વિવિધ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ જેના અનુસંધાનમાં વડોદરા શહેરમા પણ વિવિધ દલિત સંગઠનો દ્વારા આજે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતાં. શહેરના કોઠી વિસ્તારની દુકાનો બંધ કરી દેવાઇ હતી. શહેર આંશિક બંધ રહ્યુ હતું. આજે બપોરે કોંગ્રેસ તેમજ વિવિધ દલિત સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુદ્દો બનાવી રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરીએ રેલી પહોંચી હતી. કોઠી ચાર રસ્તા પાસે દલિતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને સફાઇ સેવકો દ્વારા કચરાની લારીઓ રોડ પર લાવીને ઉંઘી પાડી દેવામાં આવી હતી. ચાર રસ્તા પરજ ચક્કાજામના પગલે અનેક લોકો અટવાઇ ગયા હતાં. દલિત સંગઠનો દ્વારા કલેક્ટર કચેરીના કંમ્પાઉન્ડમાં પણ કચરો ઠાલવ્યો હતો અને ભારે સુત્રોચ્ચાર કરી કચેરી ગજવી મુકી હતી. મહિલાઓ સાથે ઘસી આવેલા ટોળાએ છાજીયા લીધા હતા તેમજ થાળી વેલણ વગાડી વાતાવરણ ગજવી મુક્યુ હતું. સરકાર વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર સાથે સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરો તેવા નારા લગાવ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY