આર આર સેલે સાબિર કાનુંગા હત્યા મામલે હત્યા ના આરોપમાં ૨ વર્ષ થી ભાગેડુ સલીમ રાજ ની ધરપકડ .

0
155

ભરૂચ જિલ્લાના હાંસોટમાં સાબીર કાનુંગા અને પપ્પુ ખોખર ગેંગ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા એ પહોંચતા સને ૨૦૧૬ માં પપ્પુ ખોખરના ભાઇ પીન્ટુ ખોખરે સાબીર કાનુંગાના માથામાં ગોળી મારી હત્યા કરી હતી. જેથી હાંસોટમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ખાત્મો કરવા કટિબદ્ધ રેંન્જ આઇ.જી.પી.અભય ચુડાસમાએ એક પછી એક આરોપીઓને પકડી જેલ ભેગા કરતા હાંસોટ પંથકમાં અભૂતપૂર્વ શાંતિ વ્યાપી હતી. સાબીર કાનુંગા હત્યા કેસમાં સલીમ નસીરૂદ્દીન રાજ નામનો બિલ્ડર નાસતો ફરતો હતો. રેંન્જ વડા અભય ચુડાસમાએ તાકીદ કરતાં રીડર પો.ઇન્સ.જે.એમ.યાદવ, અને આર. આર.સેલ પો.સ.ઇ. એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.આર.આર.બ્રહ્મભટ્ટ તથા ટીમે માહિતી આધારે ભરૂચ ને.હા. નં. ૪૮ સ્થિત એક ફૂડ કોર્ટ ખાતેથી તા. ૨/૪/૨૦૧૮ ની રાત્રે કલાક: ૨૨:૧૫ વાગ્યે સલીમ રાજને ઝડપી પાડી હાંસોટ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.જેની આગળની તપાસ ભરૂચના પોલીસ અધિક્ષક શ્રી સંદિપસિંગ ના માર્ગદર્શન હેઠળ હાંસોટ પો.ઇ. શ્રી ચૌધરી કરી રહ્યાં છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY