કડી,તા.૨૦
હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની રાજનીતિ ચાલી રહી છે. હવે ગુજરાતમાં વોટિંગના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શુક્રવારે સુરેન્દ્રનગરમાં હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. હાર્દિકને તરૂણ ગજ્જર નામના વ્યકિતએ સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. ત્યારબાદ તરૂણ ગજ્જરે હોસ્પિટલમાંથી જ ૩૦થી ૩૫ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
હાલ હાર્દિકને તરૂણ ગજ્જર નામના શખ્સે લાફો માર્યા હોવાથી તેના પર હાર્દિકના સમર્થકોનો જબરો આક્રોશ જાવા મળી રહ્યો છે. જેના કારણે લાફો મારનાર યુવક તરૂણ જજ્જરના ઘરે ચુસ્ત પોલીસ બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, તરૂણ ગજ્જરના કડીના નિવાસ્થાન શિકાગો એપારમેન્ટમાં સીઆઈએસએફના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલ તરૂણના ઘરે સીઆઈએસએફના ૧૦ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાર્દિક સાથે થયેલી ઘટના બાદ તરૂણ કે તેના પરિવાર સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ફરિયાદમાં તરુણ ગજ્જરે પોલીસને જણાવ્યું કે થપ્પડ માર્યા બાદ સ્ટેજ પર હાજર ૩૦થી ૩૫ લોકોના ટોળાએ તને ઢીકાપાટુનો માર માર્યો હતો. તરુણની ફરિયાદ બાદ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




