સમલૈંગિકતાને ગુના હેઠળ લાવતી કલમ-377 પર સુનાવણી શરૂ

0
102
આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ કરી રહી છે

સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિકતાને ગુના હેઠળ લાવતી કલમ 377 પર સુનવણી શરૂ થઇ ગઇ છે. દેશની સર્વોચ્ચ કોર્ટે આ મામલે સુનવણીમાં મોડુ કરવાની મનાઇ કરવાની મનાઇ કરી દીધી હતી. કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે આ મામલાની સુનવણી ઓછામાં ઓછી 4 અઠવાડિયા પછી થાય. આ મામલાની સુનવણી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ કરી રહી છે. બેચના પાંચ જજોમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, તેમજ આરએફ નરીમન, એએમ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇંદુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. આ મામલે કોર્ટમાં સુનવણી શરૂ થઇ ચૂકી છે. જેમાં કેન્દ્ર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા. પૂર્વ એટર્ની જનરલે ચર્ચા શરૂ કરતા તર્ક રજુ કર્યો કે, કલમ-377 હોવાથી LGBT સમુદાય પોતાને અઘોષિત ગુનેગાર અનુભવે છે. સમાજ તેને અલગ નજરથી જુએ છે. તેમને બંધારણીય જોગવાઇથી સુરક્ષિત કરવા જોઇએ. તેમણે પોતાની દલીલમાં સમલૈંગીકતાને પ્રાકૃતિક ગણાવી. જેના પર જજે તેમને પુછ્યું કે, સમલૈંગીકતા પ્રાકૃતિક હોય છે તે તમનો તર્ક છે? જેના પર રોહતગીએ કહ્યું કે, બ્રિટીશ વસાહતીના 1860ના નૈતિક મુલ્યોથી પ્રાકૃતિક સેક્સને પારીભાષિત કરી શકાતું નથી. પ્રાચીન ભારતની નૈતિકતા વિક્ટોરિયન નૈતિકતાથી અલગ હતી. આ પહેલાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કેન્દ્ર સરકારના સુનવણી ટાળવાના આગ્રહને ફગાવ્યો હતો. જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું કે, સુનાવણી ટાળવામાં નહી આવે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આ મામલામાં સરકાર સોગંદનામું દાખલ કરવું છે જે આ કેસમાં મહત્વ પૂર્ણ થઇ શકે છે. આ પહેલા ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેચે IPCની કલમ યથાવત્ રાખતા પોતાના આદેશ પર પુન:વિચાર પર નિર્ણય કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY