સુરત, .તા.24
સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક કલેકટરશ્રી ધવલ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ કોર્પોરેશન અને સુડા દ્વારા નિર્માણ થયેલા રસ્તાઓ જે હાઈવેને ટચ થાય છે તેવા સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન ભવિષ્યમાં થાય તે માટે પ્રકારનો એજન્ડાને ધ્યાને લેવા હાઈવેના અધિકારીઓને જણાવ્યું હતું. ગત મહિના દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઈ-વે પર નડતરરૂપ ૧૦૫ હોર્ડિગ્સ દુર કરવામાં આવ્યા તેમજ ૯ સ્થળોએ ડિવાઈડર બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી. બેઠકમાં નાયબ પોલિસ અધિક્ષકશ્રીમતિ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં હાઈવે પર હેવી વેહિકલ ચલાવનારાઓ, લાઈન ક્રોસીંગ કરીને ડેન્જરસ ડ્રાઈવીગ કરનારાઓ સામે આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં રોડ સેફટી કાઉન્સીલના સભ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિના દરમિયાન જિલ્લામાં ૧૮ હજાર જેટલા કેસ કરીને બે કરોડની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ૨૩૨ જેટલા અકસ્માતો થાય હોવાની વિગતો આપી હતી. બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પી.એલ.પટેલ, હાઈવે વિભાગના અધિકારીઓ તેમજ માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




