દૈનિક ભાસ્કર જૂથના ગ્રુપ એડિટર કલ્પેશ યાગ્નિકનું ૫૫ વર્ષે નિધન

0
19

ઈંદોર,તા.૧૩
ભાસ્કર જૂથના ગ્રુપ એડિટર કલ્પેશ યાગ્નિક નથી રહ્યા. ગુરુવારે રાત્રે આશરે ૧૦ કલાકે ઓફિસમાં કામ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક બોમ્બે હોÂસ્પટલ લઇ જવાયા હતા. આશરે સાઢા ત્રણ કલાક સુધી તેમની સારવાર ચાલી પરંતુ તમામ પ્રયાસો છતાં તેમની સ્થિતિમાં કોઇ સુધાર થયો ન હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ સારવાર દરમિયાન જ તેમને બીજા હાર્ટ એટેક આવ્યો હતો. આશરે બે વાગે તેમને મૃત જાહેર કરાયા હતા.
૨૧ જૂન, ૧૯૬૩ના રોજ જન્મેલા કલ્પેશજી ૧૯૯૮થી ભાસ્કર જૂથ સાથે સંકળાયા હતા. ૫૫ વર્ષીય યાગ્નિકકજી પ્રખર વક્તા અને દેશના પ્રસિદ્ધ પત્રકાર હતા. તેઓ ધારદાર લેખન માટે જાણીતા હતા
દેશ અને સમાજમાં ચાલી રહેલા સંવેદનશીલ મુદ્દા પર ચોટદાર અને નિષ્પક્ષ લખતા હતા. પ્રતિ શનિવારે ભાસ્કર જૂથના અંકમાં પ્રકાશિત થતી તેમની કોલમ ‘અસંભવની વિરુદ્ધ’ દેશભરમાં ચર્ચિત હતી. તેમના પરિવારમાં માતા પ્રતિભા યાજ્ઞિક, પત્ની ભારતી, મોટી દીકરી શેરના, નાની દીકરી શૌર્યા, ભાઈ નીરજ અને અનુરાગ છે.
બીજેપીના રાષ્ટય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કર્યું, “દૈનિક ભાસ્કરના સમૂહ સંપાદક કલ્પેશ યાજ્ઞિકજીના નિધની દુખદ સૂચના પ્રાપ્ત થઈ. કલ્પેશજીએ પત્રકારત્વના ક્ષેત્રમાં ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યા, તેમનું નિધન એક અપુર્ણીત ક્ષતિ છે. હું તેમના શોકાતુર પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY