શિરડીના સુપ્રસિધ્ધ સાંઈ મંદિરના દરવાજા બે દિવસથી બંધ જ થયા નથી

0
106

શિરડી,તા.૧૩
શેરડીના પ્રસિધ્ધ સાંઈ બાબા મંદિરમાં તો એમ પણ રોજ હજારો ભાવિકો દર્શન કરવા માટે પહોંચતા હોય છે પણ બે દિવસથી તો એટલી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે કે મંદિરના દરવાજા બંધ કરી શકાયા જ નથી.
ભાવિકોનો પ્રવાહ અટકવાનુ નામ નથી લઈ રહ્યો.મંદિરની દિવાલ પર સાંઈબાબાની તસવીર ઉપસી આવી હોવાની વાત વહેતી થયા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
મંદિરમાં રોજ સરેરાશ ૨૫૦૦૦ ભાવિકો દર્શન કરવા માટે આવે છે પણ બુધવારે રાતે એવી અફલા ફેલાઈ હતી કે મંદિરની એક દિવાલ પર સાંઈબાબાનો ચહેરો દેખાઈ રહ્યો છે.એ પછી તો આ વાત આગની જેમ પ્રસરી હતી.જેના પગલે શ્રધ્ધાળુઓનો ધસારો શરુ થયો હતો.
બુધવાર પછી ગુરુવાર અને શુક્રવારે પણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યો હોવાથી મંદિરનો દરવાજા બંધ જ થઈ રહ્યો નથી. ૧૮૩૮માં મહારાષ્ટÙના પથરીમાં સાંઈ બાબાનો જન્મ થયો હતો.જેમને લોકો ભગવાનનો અવતાર માનતા હતા.૧૬ વર્ષની વયે તેઓ શિરડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વર્ષો સુધી તપસ્યા કરી હતી.સાંઈ બાબા સાથે સંખ્યાબંધ ચમત્કારોની વાત જોડાયેલી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY