આયુષ્યમાન ભારતનો લાભ લેવા માટે આધારકાર્ડની જરૂર નથી: કેન્દ્ર સરકાર

0
26

ન્યુ દિલ્હી,તા.૧૩
સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યુ કે આધારકાર્ડ નહીં હોવા પર કોઈ પણ વ્યÂક્તને સ્વાસ્થ્ય ક્ષેત્રની મહત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતના લાભથી વંચિત રાખી શકાય નહીં. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ સ્પષ્ટીકરણ એ મીડિયા રિપોર્ટ ઉપર આપ્યું ચે જેમાં યોજના માટે આધારને અનિવાર્ય કરવાની વાત કહેવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યુ કે આધાર અધિનિયમની કલમ ૭ હેઠળ આયુષ્યમાન ભારત સંબંધિત જાહેરનામામાં યોજના લાગુ કરનારી એજન્સીઓને માત્ર એવું કહેવાયું છે કે તેઓ લાભાર્થીની ઓળખ સુનિશ્રિ્‌ચત કરવા માટે તેને આધારકાર્ડ અંગે પૂછે. લાભાર્થીની ઓળખ સુનિશ્રિ્‌ચત કરવા માટે આધારકાર્ડ મરજિયાત છે નહીં કે ફરજિયાત.
આધાર કાર્ડ નહીં હોવા પર કોઈ વ્યક્તિને યોજનાના લાભથી વંચિત રાખી શકાય નહીં. મંત્રાલયે કહ્યુ કે જાહેરનામામાં એવી પણ જાગવાઈ કરવામાં આવી છે કે જા કોઈ પાસે આધારકાર્ડ નથી તો તે રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, મનરેગા કાર્ડ વગેરે વૈકલ્પીક ઓળખપત્રોથી યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ સાથે જ એજન્સીઓને આધાર નોંધણી કેન્દ્ર ખોલવા માટે પણ કહેવાયું છે જેનાથી કોઈનું આધાર માટે અરજી ન થઈ હોય તો તેઓ અરજી કરી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY