‘પેટ્રોલ-ડિઝલની કિંમત મે-૨૦૧૪થી વધારે કેમ?’ ઃ ચિદંબરમ

0
108

કાચ તેલની કિંમત ચાર વર્ષ પહેલાની તુલનાએ આજે ઓછી
ન્યુ દિલ્હી,તા.૨૦
કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે પેટ્રોલની ઉંચી કિંમતોને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકારને સવાલ કર્યો કે, પેટ્રોલ અને ડિઝલની કિંમતો મે-૨૦૧૪થી વધારે કેમ છે? તેમણે ટ્‌વીટરના માધ્યમથી કÌšં કે, સરકાર બેખબર છે અને આ મુદ્દે ગેરવહીવટનો શિકાર છે.
તેમણે ટ્‌વીટરના માધ્યમથી જણાવ્યું કે, ‘કાચા તેલની પ્રતિ બેરલ ૭૪ અમેરિકન ડોલરની કિંમત ચાર વર્ષ પહેલાના પ્રતિ બેરલ ૧૦૫ અમેરિકન ડોલરની તુલનાએ અત્યારે ઓછી છે તો મે-૨૦૧૪ની તુલનામાં આજે પેટ્રોલ અને ડિઝલની કિંમતો વધારે કેમ છે? ગત ચાર વર્ષોથી ભાજપ સરકાર તેલની કિંમતોનાં અનપેક્ષિત લાભ ઉઠાવી રહી છે. અનપેક્ષિત ભાવને છોડીને સરકારને આ વિશે કંઇ ખ્યાલ નથી.
તેમણે એમ પણ જણાવ્યું કે, ભાજપની સરકાર કહે છે કે તે ૨૨ રાજ્યોમાં સત્તામાં છે, તો પછી ભાજપ સરકાર પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવાની મનાઇ કેમ કરે છે? જેનું કારણ ભાજપ સરકારની ગ્રાહકો પર ટેક્સનો બોજ નાખવાની નીતિ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ભાજપ સરકાર તેલથી થતી કમાણી પર છે, જા આ કમાણી ના હોય તો ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઇ જશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY