રાજેન્દ્ર વિદ્યાલય અને ઝાસીની રાણી લક્ષ્મીબાઈ કન્યાશાળા નો આ કાર્યક્રમ રાજેન્દ્ર વિદ્યાલય ના પટાંગણ માં યોજાયો
રાજપીપળા: હાલ રાજ્ય ભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યા છે રાજપીપળા ની રાજેન્દ્ર વિદ્યાલય ના પટાંગણ માં નગર પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ સાથે ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય આદિજાતિ મોરચો નર્મદાના પ્રભારી રાજુભાઈ વસાવા તેમજ બાળકોના શેક્ષણિક વિકાસ માં સહયોગ આપનારા જયંતીભાઈ પટેલ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમ માં ઝાસી ની રાણી લક્ષ્મીબાઈ કન્યાશાળા રાજપીપળા અને એમ આર વિદ્યાલય રાજપીપળા ના બાળકો નું નામાંકન કર્યું હતું ઉપરાંત બંને શાળા ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ નું સન્માન પણ કરાયું હતું સાથે કન્યા શાળાને દાન કરનારા રાજુભાઈ વસાવા તથા જયંતીભાઈ પટેલ નું પુષ્પ ગુચ્છ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ તમામ મહાનુભવો ના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






