પ્રદૂષણને રોકવા જાતે જ ઓગળીને નષ્ટ થઇ જતા પ્લાસ્ટિકની થશે શોધ

0
68

વાશિંગ્ટન,તા.૨૫
જમીનથી લઇને દરિયા સુધી વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણે વિશ્વ સામે સૌથી મોટો ખતરો ઊભો કર્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે વિજ્ઞાની લાંબા સમયથી એવા જૈવિક પ્લાસ્ટિકના નિર્માણમાં જાડાયા છે જે જમીનમાં સરળતાથી ઓગળી જાય. કોલરાડો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ પ્રાકૃતિક રીતે સડવા અને વૈકલ્પિક ઉપયોગ વાળું એવું પ્લાસ્ટિક બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે જે ઉચ્ચ ગુણવત્તાનું હશે.
વિજ્ઞાનીઓએ બેકટેરિયા, શેવાળ અને અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા બનાવાયેલા પોલિમરને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આવનારા સમયમાં જૈવિક અને વૈકÂલ્પક ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના નિર્માણમાં આ ખૂબ જ ઉપયોગી રહેશે. તેનાથી પ્રદૂષણ રોકવામાં પણ સફળતા મળશે.
બેકટેરિયલ પોલિ ૩-હાઇડ્રાક્સિબટિરેટ (પી-૩એચબી) નામનું આ પોલિમર ઔદ્યોગિક નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પેટ્રોલિયમ પ્લાસ્ટિકની જગ્યા લઇ શકે છે. આ પહેલાં તેનો ઉપયોગ માત્ર બાયોમેડિકલ ક્ષેત્રમાં થતો હતો. ભારે માત્રામાં આ પોલિમરનાં ઉત્પાદનનો ખર્ચ થતો હતો કે અન્ય ક્ષેત્રોમાં તેની વ્યવહારિકતા ઓછી હતી.
વિજ્ઞાનીઓએ ઓછા ખર્ચમાં કૃત્રિમ પી-૩એચબીનું નિર્માણ કરવા સક્સિનેટ નામના પદાર્થનો ઉપયોગ કર્યો. આ પદાર્થ સકસિનેટ એસિડ અને આલ્કોહોલની પ્રતિક્રિયાથી બને છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના જણાવ્યા મુજબ આ એસિડ પેટ્રોલિયમમાંથી બનાવાતા કેમિકલની જગ્યા લેનાર પ્રમુખ યોગિકોમાંથી એક છે. આ કૃત્રિમ પોલિમરની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછા ખર્ચે અને ઝડપથી તેનું ઉત્પાદન કરી શકાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY