બેંગલુરુ,
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પરંતુ હજુ પણ સરકાર કોની બનશે તે હજુ સ્પષ્ટ નથી થયું. સરકાર બનાવવા વિશે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ સતત જાડ-તોડની સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને એક રિસોર્ટમાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. બુધવારે બેંગલુરુમાં સતત દરેક પક્ષની તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. બેંગલુરના રાજભવન ખાતે ભારે દોડધામ જાવા મળી રહી છે. એક તરફ કોંગ્રેસ-જેડી-એસનાં ધારાસભ્યોને લઈને બસ રાજભવન ઓળખ પરેડ માટે જવા તૈયાર ઉભી છે તો એવામાં જાણવા મળ્યું કે ૬ જેટલા અસંતુષ્ટ ધારાસભ્યો કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા નથી. જા આમ બને તો કોંગ્રેસ-જેડી-એસ માટે સરકાર બનાવવું કપરૂં થઇ શકે છે. જ્યારે કોંગ્રેસ અને જેડી(એસ) દ્વારા ભાજપા પર હોર્સ-ટ્રેડીંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેડી(એસ)ના મુખ્યમંત્રી પદના દાવેદાર કુમારસ્વામીએ આજે બપોરે નિવેદન આપ્યું હતું કે ભાજપાએ તેમના ધારાસભ્યોને રૂ. ૧૦૦ કરોડની ઓફર કરી હતી. આમ, ભારે ખેંચ-તાણ ચાલી રહી હોવાનું હાલના સંજાગોમાં દેખાઈ રહ્યું છે.
કુમારસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ દરેક ધારાસભ્યને રૂ. ૧૦૦-૧૦૦ કરોડ ઓફર કરી રહ્યા છે. હવે ક્યાં ગયા તે ઈન્કમટેક્સ અધિકારીઓ અને ક્્યાંથી આવ્યા આ બ્લેકમની. કુમારસ્વામીને ધારાસભ્યદળની બેઠકના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
યેદિયુરપ્પાએ કહ્યું, પાર્ટીએ વિધાયક દળના નેતા તરીકે મને પસંદ કર્યો છે. મે રાજ્યપાલને પત્ર આપ્યો છે. તેમણે મને કÌšં છે કે, તેઓ યોગ્ય નિર્ણય લેશે. મને આશા છે કે તેઓ મને બોલાવશે. કોંગ્રેસના ૭૮ ધારાસભ્યોમાંથી ૬૬ સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા. જેડીએસ ધારાસભ્યોની બેઠકમાં રાજા વેંકટપ્પા નયક્કા અને વેંકટ રાવ નડગૌડા હાજર ન રહ્યા. યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું, અમારા સૌથી વધારે ધારાસભ્ય છે. કોંગ્રેસ અને જેડીએસ કેવી રીતે સરકાર બનાવવાનું વિચારી શકે છે. પ્રકાશ જાવડેકરે કÌšં, લોકો બીજેપીને ઈચ્છે છે અને અમે જ સરકાર બનાવીશું.
બુધવારે જેડીએસ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી. આ બેઠકમાં જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં ૭૮માંથી ૬૬ ધારાસભ્યો જ હાજર રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલને મળ્યા પછી બીજેપી સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાએ શપથ લેવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ નેતા ડી શિવકુમારે કહ્યું કે, ભાજપ અમારા નેતાઓના સંપર્કમાં છે. તે અમને ખબર છે. બધા ઉપર ખૂબ વધારે પ્રેશર છે. પરંતુ તે સરળ નથી. કારણકે બંને પાર્ટીઓને ઘણાં સારા મત મળ્યા છે. બધા આ બધુ જાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, દરેક કોંગ્રેસ એમએલએ અમારી પાસે છે. કોઈ બહાર નથી. અમે સરકારી બનાવીશું. ગુલામ નબી આઝાદે બુધવારે કહ્યું છે કે, ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો છે. કોંગ્રેસ અને જેડીએ પાસે ૧૧૭ છે. હવે રાજ્યપાલે સાચો નિર્ણય લેવાનો છે.
જેડીએસ નેતા સરવાનાએ કહ્યું છે કે, અમને નથી ખબર કે તેઓ શું ઓફર કરી રહ્યા છે. પરંતુ તે અમારા લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે બધા એક સાથે છીએ. અમારી પાર્ટીને કોઈ અડી શકે તેમ પણ નથી. અમારા દરેક એમએલએ વિશ્વસનીય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે કોંગ્રેસ અને જેડીએસના અમુક ધારાસભ્યોને ઓફર કરી છે. પાર્ટી તેમને દરેક સ્થિતિમાં સપોર્ટ કરવા માટે તૈયાર છે. જા આ ધારાસભ્યો ભાજપને વોટ આપે અથવા ફ્લોર ટેસ્ટ દરમિયાન ગેરહાજર રહે તો બંને રીતે સરકાર બનવાના ગણીતમાં મોટો ફેર પડી શકે છે. આ સંજાગોમાં ભાજપે તેમને ટીકિટ આપીને પેટા ચૂંટણી લડવા માટેનો વિકલ્પ આપ્યો છે. તેઓ ન ઈચ્છે તો તેઓ તેમના સંબંધીઓને પણ આ સીટ પર ચૂંટણી લડવા માટે ઓપ્શન આપી શકે છે. જા કોઈ ધારાસભ્ય પેટા ચૂંટણી ન લડવા ઈચ્છતા હોય તો તેમને વિધાન પરિષદમાં એડ્જસ્ટ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





