વર્લ્ડ કપની તૈયારી કરવા હજી ઘણો સમય બાકી : સરફરાઝ

0
3

કરાંચી,તા.૨૭
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું હતું કે આૅસ્ટ્રેલિયા સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં રાષ્ટÙની ટીમના થયેલા ઉપરાઉપરી પરાજયથી ગભરાટ અનુભવાનો રહેતો નથી, કારણ કે વર્લ્ડ કપ માટે તૈયારી કરવા હજી ઘણો સમય બાકી છે.
પાંચ મેચભરી વર્તમાન શ્રેણીમાં પાકિસ્તાન પહેલી બંને મેચ આઠ વિકેટથી હારી જવા બાદ ૦-૨થી પાછળ છે. સરફરાઝ અને અન્ય પાંચ ખેલાડીને સંયુક્ત આરબ અમિરાતમાં હાલ રમાઈ રહેલી વન-ડે શ્રેણીમાંથી આરામ અપાયો છે. ઓલ-રાઉન્ડર ફહીમ અશરફને પણ વર્લ્ડ કપ પૂર્વે થોડો આરામ આપવા રવિવારે બીજી વન-ડે પછી સ્વદેશ પાછો રવાના કરાયો હતો.
સરફરાઝની આગેવાનીમાં ક્વેટા ગ્લેડિયેટર્સની ટીમે પાકિસ્તાન સુપર લીગ (પી. એસ. એલ.)નું વિજેતાપદ તાજેતરમાં જીત્યું હતું.
“વર્લ્ડ કપ માટે અમે તૈયારી કરી છે અને હજી વધુ તૈયારી તથા વ્યૂહરચના ઘડવા માટે ઈંગ્લેન્ડ રવાના થવા પહેલા આપણી પાસે સમય છે, એમ સરફરાઝે કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY