યુએને કહ્યું : ‘આ અન્યાય છે, સેમેન્યા સાથે અત્યાચાર’
કેપટાઉન,તા.૨૭
કેસ્ટર સેમેન્યા દક્ષિણ આફ્રિકાની મહિલા રનર છે. ૨ ઓલિમ્પિક ગોલ્ડ, ૨ કોમનવેલ્થ ગોલ્ડ, ૩ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતી ચૂકી છે. ૨૦૦૯માં કેસ્ટર પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દોડી હતી. ૧૫૦૦ મીટર રેસ ૪ઃ૦૮.૦૧ મિનિટમાં પૂરી કરી. જબરજસ્ત ઝડપથી દુનિયા આશ્ચર્યચકિત હતી. અસર એ થઈ કે ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન (આઈએએએફ)એ તો કેસ્ટરના મહિલા હોવા અંગે જ શંકા કરી લીધી. કેસ્ટરનો જેન્ડર ટેસ્ટ પણ થયો. જાણવા મળ્યું કે તેની ઝડપ અન્ય મહિલા રનર કરતાં આટલી વધુ એટલા માટે છે, કારણ કે તેના શરીરમાં સ્રાવ થતા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ ઘણું વધુ છે.
ફેડરેશને કહ્યું કે હવે કેસ્ટર મહિલા કેટેગરીમાં નહીં દોડી શકે. જા તે રનિંગ કરવા માગતી હોય તો તેણે પુરુષ કેટેગરીમાં દોડવું પડશે. અથવા કેસ્ટરે મેડિકલ પ્રોસેસ મારફત શરીરનું ટી-લેવલ (ટેસ્ટોસ્ટેરોન લેવલ) ઘટાડવું પડશે. આ માગ પાછળ ફેર પ્લેની દલીલ અપાઈ. હવે તો ફેડરેશન કાયદેસર એમ ઈચ્છે છે કે તમામ રેસને રનર્સના ટી-લેવલના આધાર પર વિભાજિત કરવામાં આવે. એટલે કે સમાન ટી-લેવલવાળા રેસર જ રેસમાં દોડે. હવે આ બાબતમાં યુએને દરમિયાનગીરી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચે કહ્યું છે કે જે મહિલાઓનું ટી-લેવલ વધુ છે, તે તેમને કુદરતી રીતે મળ્યું છે. તેની સાથે ચેડા કરવા અન્યાય છે, અપ્રાકૃતિક છે અને માનવાધિકાર વિરુદ્ધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



