શાહિદ અફરીદીએ પસંદ કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ૧૧ ટીમ

0
8

કરાંચી,તા.૧
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ પોતાની વિશ્વ કપ ઇલેવન ટીમ પસંદ કરી છે. આ ટીમમાં ભારતનો માત્ર એક ક્રિકેટર સામેલ છે. અફરીદીની આ ટીમથી ભારતીય ફેન્સ નાખુશ પણ હોઈ શકે છે. આઈસીસી વિશ્વ કપના પ્રારંભમાં હવે એક મહિના કરતા ઓછો સમય બાકી છે. ૩૦ મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચની સાથે વિશ્વ કપનો પ્રારંભ થઈ જશે.
શાહિદ અફરીદીની ઓલ-ટાઇમ વર્લ્ડ કપ ૧૧ ટીમ : સઈદ અનવર, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, ઇંઝમામ ઉલ હક, જેક કાલિસ, વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા, શેન વોર્ન, શોએબ અખ્તર, શકલૈન મુશ્તાક.
આ ટીમમાં પાંચ ખેલાડી પાકિસ્તાનના છે, જ્યારે ચાર ઓસ્ટ્રેલિયાના એક આફ્રિકા અને એક ભારતનો. અફરીદીની ટીમમાં ભારત તરફથી ન તો સચિનનું નામ છે અને ન તો મહેન્દ્ર સિંહ ધોનીનું. ધોનીએ ૨૦૧૧માં પોતાની આગેવાનીમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે સચિન તેંડુલકરનો રેકોર્ડ વિશ્વ કપમાં શાનદાર રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY