કરાંચી,તા.૧૨
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર અબ્દુલ રઝાકે દાવો કર્યો છે કે શાહિદ આફ્રિદીએ લાફો માર્યો તે પછી મોહમ્મદ આમિરે સ્પોટ ફિક્સિંગની વાત સ્વીકારી હતી. ૨૦૧૦માં પાકિસ્તાની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે સુકાની સલમાન બટ્ટ, આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટની ઘણી બદનામી થઈ હતી.
એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં તે ઘટના અંગે બોલતા રઝાકે કહ્યું હતું કે આફ્રિદીએ મને રૂમની બહાર જવાનું કહ્યું હતું પરંતુ હું બહાર આવ્યો ત્યારે મેં થપ્પડનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ આમિર તમામ હકિકત જણાવી હતી.
રઝાકે જણાવ્યું હતું કે મારૂ માનવું હતું કે આઈસીસી પગલા ભરે તે પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણેય ખેલાડીઓ સામે પગલા લેવાની જરૂર હતી. તેમના પર એકાદ વર્ષનો પ્રતિબંધ લગાવવાની જરૂર હતી. જોકે, પીસીબીએ આવું કર્યું ન હતું જેના કારણે વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાનની છબિ ખરડાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



