શેરબજારમાં કડાકો : સેન્સેક્સ ૧૯૩ અંક ગબડી ૩૯૭૫૬એ બંધ

0
161

મુંબઇ,તા.૧૨
દિવસના અંતે શેરબજારમાં કડાકો થયો છે. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૧૯૩.૬૫ પોઇન્ટ ઘટીને ૩૯,૭૫૬.૮૧ ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૫૯.૪૦ પોઈન્ટ ઘટીને ૧૧,૯૦૬.૨૦ પર બંધ થયો છે.
ઉલ્લેખનિય છે કે શેરબજારમાં દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં કડાકો જાવા મળ્યો હતો. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૧૫૯.૪૯ પોઇન્ટ ઘટીને ૩૯,૭૯૦.૯૭ ની સપાટીએ ટ્રેડ થયો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૪૬.૯૦ પોઈન્ટ ઘટીને૧૧,૯૧૮.૭૦ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જાવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૬૯.૪૪ ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૪૪ પર બંધ રહ્યો હતો.
બુધવારે પ્રારંભિક ટ્રેડિંગમાં એશિયન પેઈન્ટ્‌સ, ગેઇલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, રિલાયન્સ, વેદાંત, આઇટીસી, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, યુપીએલ, ડા. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ફિનિસર્વ મજબૂત ટ્રેડિંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
બીજી બાજુ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, યસ બેન્ક, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, ભારતી ઇન્ફ્રાટેલ, ઓએનજીસી, ટીસીએસ, ગ્રાસિમ, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસીમાં નરમાઇ જાવા મળી રહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY