૧૭ વર્ષ બાદ કરીના કપૂર ફરી કરણ જોહરની ફિલ્મ કરશે

0
30

મુંબઈ,તા.૧૨
ટોચની અભિનેત્રી કરીના કપૂર સત્તર વર્ષના ગાળા બાદ ફરી એકવાર ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ કરશે એવી માહિતી મલી હતી. છેલ્લે કરીનાએ ૨૦૦૧માં કરણની કભી ખુશી કભી ગમ ફિલ્મ કરી હતી જેમાં એ રિતિક રોશનની હીરોઇન હતી.આ ફિલ્મ મેગાબજેટ અને મલ્ટિસ્ટાર હતી. એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજાલ, ફરીદા જલાલ અને રિતિક રોશન સાથે કરીના ચમકી હતી. ફિલ્મ હિટ નીવડી હતી. કરીના અને કરિશ્મા બંને બહેનો છે. તેમને ભાઇ નથી. એટલે કરણ જાહર સાથે કરીનાને ભાઇ-બહેન જેવો સંબંધ છે. પરંતુ એક યા બીજા કારણે બંને કભી ખુશી કભી ગમ પછી સાથે કામ કરી શક્યાં નહેતાં.
કરણે કલ હો ના હો ફિલ્મ કરી ત્યારે કરીનાને આૅફર કરી હતી. જા કે કરીનાએ પોતાની માર્કેટ પ્રાઇઝ કહેતાં કરણને ખરાબ લાગ્યું હતું અને એણે પ્રીતિ ઝિન્ટાને સાઇન કરીને ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ પણ હિટ નીવડી હતી. થોડો સમય બંને વચ્ચે અબોલા રહ્યા હતા. ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે કરીના રિતિક રોશન સાથે કરણની શુદ્ધિ ફિલ્મ કરશે. પરંતુ એ પણ શક્ય ન બન્યું. હવે એવી માહિતી મળી હતી કે કરણ એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે જેમાં મોટે ભાગે અક્ષય કુમાર હીરો હશે અને એમાં હીરોઇન તરીકે કરીના કપૂર ચમકશે. કરીનાને આ સ્ક્રીપ્ટ ગમી હોવાનું કહેવાય છે અને એણે કરણને આ ફિલ્મ કરવાની હા પાડી હતી. ટૂંક સમયમાં કરણ જાહર આ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY