‘દંગલ’ની સિક્વલમાં પણ ફાતિમા અને અપરાશક્તિ ચમકે તેવી શક્યતા

0
8

મુંબઈ,તા.૧૨
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલની સિક્વલ બનાવવાની યોજના ઘડાઇ રહી હોવાની માહિતી મળી હતી. છેલ્લાં બે ત્રણ સપ્તાહથી દંગલની ગીતા ફોગાટ (અભિનેત્રી ફાતિમા સના શેખ ) અને એનો કઝિન બ્રધર (અપરાશક્તિ ખુરાના) કેટલાંક સ્થળોએ સાથે દેખાયાં હતાં. આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ આ બંને દંગલની સિક્વલમાં પણ પોતાને સારો રોલ મળે એવા પ્રયાસો કરતાં સાથે ફરી રહ્યાં હતાં. આ માહિતી આપનારાં સૂત્રોએ કહ્યુ કે દંગલની વાર્તા સહેલાઇથી આગળ વધારી શકાય એવી શક્યતા છે.
મોટા ભાગનાં પાત્રો હયાત છે અને તેમની પ્રગતિને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સિક્વલ સહેલાઇથી બનાવી શકાય એમ છે. યોગાનુયોગે આવીજ વાતો મહેન્દ્ર સિંઘ ધોનીની બાયો-ફિલ્મની સિક્વલ વિશે થઇ રહી છે. ધોની હજુ ય ભારતીય ક્રિકેટમાં સક્રિય છે અને સારો દેખાવ કરી રહ્યો છે એટલે એની બાયો-ફિલ્મને આગળ વધારવાની વાતો પણ થઇ રહી છે. આ સૂત્રે કહ્યુ કે ધોનીની જેમ ગીતા ફોગાટ પણ હજુ સક્રિય છે અને મહિલા કુસ્તીની સ્પર્ધાઓમાં ભાગ લઇ રહી છે એટલે દંગલની સિક્વલ બનાવવાની યોજના ઘડાય એમાં કશું ખોટું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY