સોશિયલ મીડિયા પર ‘ધડક’નો દબદબો, ટ્રેલરને ૪૮ કલાકમાં ૩ કરોડથી વધુ વ્યુ મળ્યા

0
5

મુંબઈ,
ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર સ્ટારર ‘ધડક’નું ટ્રેલર લાન્ચ થઈ ગયું છે અને લાન્ચિંગની સાથે જ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રેલરને ૪૮ કલાકમાં જ ૩૦ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ફિલ્મ નિર્માતા કરણ જાહરે પોતે આ વાતની જાણકારી ટ્‌વીટર પર આપી છે. કરણે રિસ્પોન્સ આપતા બધાને થેન્ક્‌સ કહ્યુ. ‘ધડક’ સુપરહિટ ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રીમેક છે.
પોતાની ઉત્સુકતાને શેર કરતા કરણે લખ્યું, ‘એક લવ સ્ટોરી, ઈંધડક! ૨૦ જુલાઈએ પહેલા પ્રેમની આ અનકન્ડીશનલ સ્ટોરીને જુઓપઅનકન્ડીશનલ લવપડીપ લવપઅને આ પ્રેમ માટે તમારા બધાનો આભાર! ૪૮ કલાકમાં ૩૦ મિલિયન વ્યૂઝ!’ કરણે આ ટ્‌વીટમાં નિર્દેશક શસાંક ખૈતાનને પણ ટેગ કર્યો.
‘ધડક’ને ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મથી પ્રખ્યાત દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તેની સામે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર દેખાશે જે ‘બિયાન્ડ ધ ક્લાઉડ્‌સ’થી ડેબ્યૂ કરી ચૂક્યો છે. ટ્રેલર લાન્ચના પ્રસંગે જાહ્નવીના કાકા અનિલ કપૂર, સંજય કપૂર, કઝિન શનાયા કપૂર, જહાન અને હર્ષવર્ધન કપૂર પણ જાવા મળ્યા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY