ઈન્ફોસિસે પૂર્વ કર્મચારી રાજીવ બંસલને ૧૨ કરોડ ચૂકવવા આદેશ કર્યો

0
13

ન્યુ દિલ્હી,તા.૧૮
આઈટી કંપની ઈન્ફોસિસે તેના પૂર્વ ચીફ ફાઈનાશિયલઓફિસર રાજીવ બંસલને ૧૨.૧૭ કરોડ ચુકવવાનો આદેશ કર્યો છે. તેમજ કંપનીને આ રકમ પર થતા વ્યાજને પણ ચુકવવાનો આદેશ કર્યો છે. બંસલના પક્ષમાં આ આદેશ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલે આપ્યો છે. બંસલ જ આ મામલાને ટ્રીબ્યુનલ સમક્ષ લઈ ગયા હતા. બંસલે આરોપ કર્યો હતો કે કંપની તેને ૧૭.૩૮ કરોડ ચુકવતી નથી. કંપની પાસે બંસલે તેના બાકી રહેલા નાણાં વસુલવા કોર્ટનો સહારો લીધો હતો.
બંસલે ૨૦૧૫માં ઈન્ફોસિસ સાથે છેડો ફાડ્યો હતો. કંપની છોડ્યા પછી ૧૭.૩૮ કરોડ પરત લેવા માંગ કરતા હતા. કંપનીએ તેમને ૫.૨ કરોડ આપતા બાકી રકમ રોકવામાં આવી હતી. ત્યારબાદ બંસલ આ મામલાને આર્બીટ્રેશન ટ્રીબ્યુનલમાં ખેંચી ગયા હતા.
બંસલના સેવરેન્સ પેકેજને લઈને ઈન્ફોસિસ કોર્પોરેટ ગવર્નસમાં ઈશ્યૂ થયા હતા. ૨૦૧૭મા આખુ વરસ આ મામલો ચગ્યો. કંપનીના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કÌš કે આ પેકેજ બંસલને ચૂપ કરાવવા આપ્યુ છે. આ મામલે ઈન્ફોસિસના તાત્કાલીક સીઈઓ વિશાલ સિક્કા તેમજ ચાર બોર્ડના સભ્યોને કંપની છોડવી પડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY