૧૨૦ કર્મચારીઓએ કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરતા ચકચાર મચી

0
9

અમદાવાદ,તા.૨૯
અમદાવાદની એક કંપનીના તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને ઇચ્છા મૃત્યુની માગ કરી છે. તેમની માગ છે કે કંપનીના માલિકને જેલ મુક્ત કરો. આ મામલે મળતી માહિતી પ્રમાણે બે ભાઇઓ કિશોર અને અનિલ પટેલ છે. અનિલ પટેલે કિશોર પટેલ પર કેસ કર્યો હતો. જેના કારણે કિશોર પટેલ પર ફોનદારી ગુનો દાખલ થતા તેમને જેલ ભેગા થવુ પડ્યું હતું.
કંપનીના માલિક કિશોર પટેલ જેલમાં જતાં તેમની કંપનીના ૧૨૦થી વધારે કર્મચારીઓ સામી દિવાળીએ રઝળી પડ્યાં હતાં. તેમને હાલ કિયાય નોકરી પણ મળતી નથી. આ કારણે કર્મચારીઓ કલેક્ટર કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. તેઓ માંગ કરી રહ્યાં હતા કે, ‘અમારા માલિકને જેલ મુક્ત કરો જેથી અમારો પગાર આવે અને અમારી દિવાળી સારી જાય.’ કર્મચારીઓનું કહેવું છે કે, સામી દિવાળીએ અમને કોઇ કામ આપી નથી રહ્યું અને અમારે પણ પરિવાર છે, બાળકો છે. તેમનું ગુજરાન કઇ રીતે ચલાવીએ. આ ચિંતિંત પરિસ્થિતમાંથી જવું તેના કરતા તો અમને બધાને ઇચ્છા મૃત્યુની મંજૂરી આપી દો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY