રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સતત ચિંતાજનક સ્તરે સુપ્રીમ કોર્ટે માગી ૧૦ વર્ષ જૂની ડીઝલ અને ૧૫ વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓની યાદી

0
6

ન્યુ દિલ્હી,તા.૨૯
રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સતત ચિંતાજનક થઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ૩૪૧ નોંધાયો છે. આ ઘણી ખરાબ શ્રેણીમાં આવે છે.
આ અધ્યયનમાં ૭૦ શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા. યાદીમાં બીજા નંબરે ગુરુગ્રામ હતુ. તેજીથી વધતા વાયુ પ્રદૂષણની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુપ્રીમ કોર્ટે સોમવારે મોટુ એલાન કર્યુ છે. હાઈકોર્ટે સરકારને ફિટકાર લગાવતા ૧૫ વર્ષ જૂની પેટ્રોલ અને ૧૦ વર્ષ જૂની ડીઝલની ગાડીઓની યાદી માગી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ગાડીઓની યાદી સમાચારપત્રમાં પ્રકાશિત થવી જાઈએ. દેશના સૌથી પ્રદૂષિત શહેર ફરીદાબાદથી પણ વધારે પ્રદૂષિત દિલ્હીનો આનંદ વિહાર વિસ્તાર છે. અહીંની હવા ઘણી ખતરનાક છે. દિવાળી પહેલા જ દેશમાં પ્રદૂષણના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. એવામાં અંદાજ લગાવી શકાય છે કે દિવાળી બાદ સ્થિતિ કેટલી ખરાબ થઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY