એસ.ટીના કર્મચારીને વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું…

0
34

ભરૂચ ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી ટાયર પ્લાન્ટમાં બરોડા થી ટાયર લેવા માટે આવેલ ડ્રાયવરને વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.

બનાવની મળતી માહિતી મુજબ
વડોદરાના પાણીગેટ બસ ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી બસના ડ્રાયવર સંજય ધીરજલાલ પંડ્યા
ભરૂચના ભોલાવ ખાતે આવેલા એસ ટી વર્કશોપમાં આવેલા ટાયર પ્લાન્ટમાં ટાયર લેવા અર્થે આવ્યાં હતાં.તે દરમ્યાન તેવો શૌચક્રિયા માટે નજીકમાં ગયા હતા. તે સમયે અચાનક ધડાકા સાથે સંજય પંડ્યાની બૂમો સભળતા નજીકમાં ઉભેલા વ્યક્તિઓ તાત્કાલિક તેમની પાસે દોડી ગયા હતા. જોકે તેઓ કાંઈ સમજે તે પહેલાં જ સંજય પંડ્યા અચાનક જમીન ગબડી પડ્યા હતાં.સ્થળ ઉપર હાજર લોકોએ તાત્કાલિક ઘટના અંગેની જાણ ઈમરજન્સી સેવા ૧૦૮ ને કરાતા સંજય પંડ્યાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેઓની તપાસ કરતાં ફરજ પર હાજર તબીબે તેવોને મૃત જાહેર કર્યા હતા.ડોકટર દ્રારા જાણવા મળતી માહિતી મુજબ અનુમાન મુજબ સંજય પંડ્યાનું મોત વીજ કરંટ લાગવાથી થયું હોવાનું જણાવામાં આવી હતું.

બનાવ અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ડેથબોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી પોલીસ દ્રારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધું તપાસ હાથધરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920204.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY