મોટીકોરલ ખાતે સર્વ ધર્મ અને જ્ઞાતિના યુવક – યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

0
298

દેશના હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં એક્તા રહેશે તો વિશ્વની કોઇ તાકાત ભારતને પરાસ્ત નહીં કરી શકે : એમ. ઇ.પટેલ.

પાલેજ :- કરજણ તાલુકાના મોટીકોરલ ખાતે શનિવારના રોજ બાવા અરબિયા ટ્રસ્ટ અાયોજિત ‍‍૧૪ મો સર્વ ધર્મ અને જ્ઞાતિ નો લગ્નોત્સવ યોજાયો હતો. એક જ મંડપ નીચે નવ હિંદુ યુવક – યુવતીઓ તથા ૩૨ મુસ્લિમ યુવક – યુવતીઓએ પોત – પોતાના ધર્મના રીતી રીવાજ મુજબ લગ્નના બંધનમાં જોડાઇ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો ત્યારે કોમી એક્તાનો એક સૌહાર્દપુર્ણ માહોલ રચાયો હતો.

અા પ્રસંગે કરજણ – શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નોત્સવ અાયોજિત થયો છે જે સર્વ ધર્મ અને જ્ઞાતિના યુવક – યુવતીઓ માટેનો હોઇ હું ખુબ જ અાનંદ અનુભવું છું. સંસારિક જીવનનો પ્રારંભ કરનાર યુવક – યુવતીઓને તેઓએ અાશિર્વાદ પાઠવ્યા હતા. સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવ નો ખરો શ્રેય બાવા અરબિયા ટ્રસ્ટને ફાળે જાય છે. જેઓએ ખુબ જ સારી જહેમત ઉઠાવીને સમારોહને સફળ બનાવ્યો હતો.

ત્યારબાદ ઓલ ઇન્ડીયા માઇનોરીટી વિભાગના સેક્રેટરી એમ અાઇ પટેલે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સર્વ ધર્મ અને જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સમારોહ એક એૈતિહાસિક સમારોહ કહેવાશે. જનસેવા એ જ પ્રભુસેવા છે. અાજે જ્યારે દેશમાં હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના લોકોની એક્તાને ખંડિત કરવાના જે પ્રપંચો થઇ રહ્યા છે ત્યારે બાવા અરબિયા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ અને જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ એક ઉદાહરણીય અને પ્રેરણાદાયી કદમ સમાન છે. અાવી જ એક્તા જો દેશના હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં રહેશે તો વિશ્વની કોઇ તાકાત ભારતને પરાસ્ત નહીં કરી શકે.

સર્વ ધર્મ અને જ્ઞાતિ સમૂહ  લગ્નોત્સવ ને બાવા અરબિયા ટ્રસ્ટના અધ્યક્ષ મહંમદ હુસૈન પઠાણ, ઉપાધ્યક્ષ અશરફ રાજ, મુબારક પટેલ, દિલાવરખાન પઠાણ,મહંમદ હનીફ બેગ તેમજ સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અા પ્રસંગે કલ્લા શરીફના હાજી મુસ્તાક અલી બાવા સાહેબ, હાંસોટના જીયાઉદ્દીન બાવા સાહેબ, અાનંદ મહારાજ સાહેબ, તિરથસિંહ મહારાજ સાહેબે નવ પરણીતોનું સંસારિક જીવન સુખમય અને સફળ નિવડે એ માટે  અાશિર્વાદ પાઠવ્યા હતા.

(ઉવૈસ લાંગીયા.પાલેજ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY