કર્ણાટકમાં ચૂંટણી માટે જંગ વોટ્‌સ એપ ઉપર જ ખેલાયો

0
69

બેંગલોર,
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આ વખતે વોટસ એપ પર લડવામાં આવી હતી. આ પ્રકારનો ધડાકો વોશિગ્ટન પોસ્ટના અહેવાલમાં કરવામાં આવ્યો છે. ભારતમાં હવે ચૂંટણી માત્ર નેતાઓની રેલી અને ભાષણ સુધી મર્યાદિત રહી નથી. વોટ્‌સ એપની ભૂમિકા પણ ચૂંટણીમાં વધારે નિર્ણાયક બની રહી છે. કર્ણાટકમાં ચૂંટણી પણ વોટ્‌સ એપના હથિયાર મારફતે લડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત પોતાના દાવ રમ્યા હતા. અમેરિકાના લોકપ્રિય અખબાર વોશિગ્ટન પોસ્ટ દ્વારા આ મુજબનો ઘડાકો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ૨૦ હજારથી વધારે વોટ્‌સ એપ ગ્રુપ હતા. જેમને તેમના આઇટી સેલ ચલાવી રહ્યા હતા. સ્થિતી એ હતી કરે પોતાના વિરોધીઓને ધુળ ચટાડી દેવા માટે થોડાક સેકન્ડમાં જ આ કાર્યકરો ૧૫ લાખ લોકો સુધી સંદેશા મોકલી રહ્યા હતા. આમાથી કેટલાક મેસેજ એકબીજા માટે નફરત ફેલાવનાર અને ખોટા હેવાલ પર આધારિત હતા. કેટલાક મેસેજ તો રાષ્ટ્રીય હિન્દુત્વવાદ પર આધારિત હતા. કેટલાક લઘુમતિઓને લઇને રહ્યા હતા.રિપોર્ટમાં આને વોટ્‌સ એપ ફર્સ્ટ ચૂંટણી માટેના સંકેત આપવામાં આવ્યા છે. ડેટાના જાણકાર લોકો કહે છે કે વોટ્‌સ એપનો ઉપયોગ પાર્ટીઓ પોતાના વિરોધીઓના ખોટા પ્રચાર માટે કરે છે.
કર્ણાટક ચૂંટણીમાં વોટ્‌સ એપનો ભારે ઉપયોગ થયો હતો. આંકડા દર્શાવે છે કે ભારતમાં ૨૦ કરોડથી વધારે વોટ્‌સ એપ યુઝર્સ છે. ૧૫ લાખ સુધી મેસેજ મોકલી દેવામાં આવી રહ્યા હતા. દુનિયાની વાત કરવામાં આવે તો હાલમાં વોટ્‌સ એપના ૧.૫ અબજ યુઝર્સ રહેલા છે. વિશ્વભરમાં વોટ્‌સ એપનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વોટ્‌સ એપના મેસેજ જે કંપની પણ વાંચી શકતી નથી કારણ કે તે લોકશાહી માટે ખતરા સમાન છે. જાણકાર લોકો માની રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોટ્‌સ એપ આર્મી પણ રહેલી છે. મોદી પોતાના પ્રચાર માટે સોશિયલ મિડિયાનો જારદાર ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં જીત વેળા પણ મોદીએ સોશિયલ મિડિયાનો જારદાર ઉપયોગ કર્યો હતો. મોદી સાથે જાડાયેલા કેટલાક વોટ્‌સ એપ ગ્રુપ છે. જે તેમના સમર્થનમાં મેસેજ મોકલતા રહે છે. ભારતમાં વોટ્‌સ એપ પર ફેક ન્યુઝ રોકવા માટે કેટલીક વખત ઇન્ટરનેટ બંધ કરવા જેવા પગલા લેવામાં આવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૪માં માત્ર છ વખત આવા પગલા લેવામાં આવ્યા હતા. વોટ્‌સ એપના માલિક પણ ફેસબુક છે. આગામી વર્ષે ભારતમાં લોકસભા ચૂંટણી યોજાનાર છે. આના માટે વોટ્‌સ એપની ટીમે ભારતમાં સિવિલ સોસાયટીના કેટલાક ગ્રુપ સાથે વાત કરીને અભિપ્રાય માગ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY