કાળઝાળ ગરમીમાં ગૌમાતા માટે ઘાસચારો ઉઘરાવી26 ગાયો રાખનાર યુવાન ગૌશાળા ચલાવી કરી રહ્યો છે સેવા
રાજપીપળા:
રાજ્ય સરકારે ગૌ રક્ષાનો કાયદો બનાવ્યો ખરો પણ એક દમ લૂલો આજે પણ ગૌ માતાને રાખવા કોઈ તૈયાર નથી દૂધ આપતી ગાય બંધ થઇ જાય એટલે પશુ પાલકો પણ ગાયોને રખડતી છોડી મૂકે છે પરંતુ નર્મદા જિલ્લાના તરસાલ ગામ ના એક સેવાભાવી યુવાન કે જેને ગૌ માતા માટે પોતાનું જીવન ગાળવાનું વચન લીધું છે પરંતુ ગૌશાળા માટે જમીન અને ઘાસ ચારાના આભાવે ત હજુ કતલખાને જતી ગૌ માતાને બચાવવા પોતાને અસર્મથ, નિષ્ફળ ગણાવી રહ્યો છે પરંતુ તેની આ સેવા અન્ય લોકો માટે દિશા સૂચક બની ગયા છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરસાલ ગામે રહેતા બાબુભાઇ તડવી છેલ્લા 18 વર્ષો થી ગૌશાળા ચલાવે છે ને હાલ તેેની પાસે 28 જેટલી ગાયોો છે. ગાાાાાાય દૂધ આપતી બંધ થઇ જાય પછી પશુપાલક જેને કતલખાના માટે વેચી દેવામાં આવે છે અથવા તો જેને તરછોડી છોડી મૂકે છે જોકે આવી તરછોડાયેલી, કતલ ખાને લઇ જવાતી, બીમાર ગાય માતાને તરસાલ ના આ બાબુભાઇ તડવી લઇ આવે છે અથવા કોઈ ને કોઈ તેમને આપી જાય છે અને આ ભાઇ નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરે છે.આજે તેણે ગૌશાળા ઉભી કરી છે. ગૌમાતાને પીવા માટે પાણી તો મળી રહે છે પણ ઘાસચારો બહુ મોંઘો હોય આ સેવાભાવી યુવાન ગામે ગામ જઈ ઘાસ ચારો ઉઘરાવે છે અને ગૌ માતા ની સેવા કરે છે પરંતુ દુઃખની વાત એ છે કે આ ગૌશાળા માટે કોઈ નથી સહાય આપતું કે નથી ઘાસચારા માટે જેથી આ પરિવાર જાતે ગામે ગામ જઈને ઘાસચારો ઉઘરાવે છે જે તેમનો નિત્યક્રમ બની ગયો છે અને ગૌ રક્ષણ અને ગૌ પૂજા તેમનું લક્ષ બની ગયું છે.
ગુજરાતમાં થી હજારો ગાયો કતલ ખાને જાય છે હું બચાવી નથી શકતો કે મારી મર્યાદાને કારણે વધુ ગાયો રાખી નથી શકતો એનું મને દુઃખ છે પણ ગાય માતા નું માત્ર દૂધ અગત્યનું નથી જેનું મળ મૂત્ર પણ અકસીર છે ગાય માતાનું મળ મૂત્ર એ પણ એક દવા નું કામ કરે છે જેથી ગાય દૂધ અપાતી બંધ થાય એટલે એ ગાય માતાને તરછોડો નહિ. સેવા કરો ઘણું પુણ્ય મળશે એમ આ યુવાન જણાવે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"