ન્યુ દિલ્હી,તા.૨૨
બેટ્સમેન કરુણ નાયર પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ૨૯મી સપ્ટેમ્બરથી રમાનાર પ્રેક્ટિસ- મેચમાં બાર્ડ પ્રમુખની ટીમનું સુકાન કરશે. બે દિવસીય આ મેચનું વડોદરામાં આયોજન થનાર છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત ખાતે ૨૬મી સપ્ટેમ્બરથી પ્રારંભાતા લગભગ સાત અઠવાડિયાના પ્રવાસમાં બે ટેસ્ટ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમનાર છે.
પહેલી મેચ ૪થી આૅક્ટોબરથી રાજકોટમાં રમાશે અને બીજી ટેસ્ટનું ૧૨મી આૅક્ટોબરથી હૈદરાબાદમાં આયોજન કરાનાર છે. પાંચ વન-ડે ઈન્ટરનેશનલ ગુવાહાટી (૨૧મી આૅક્ટોબર), ઈન્દોર (૨૪મી આૅક્ટોબર), પુણે (૨૭મી આૅક્ટોબર), મુંબઈ (૨૯મી આૅક્ટોબર) અને થિરુવનંથપુરમ (૧લી નવેમ્બર) ખાતે રમાશે.
ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કોલકતા (૪થી નવેમ્બર), લખનઊ (૬ઠ્ઠી નવેમ્બર) અને ચેન્નઈ (૧૧મી નવેમ્બર)ને સોંપવામાં આવ્યું છે.
બી. સી. સી. આઈ. (બાર્ડ આૅફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાના)ની સિનિયર પસંદગી સમિતિએ પ્રેક્ટિસ મેચ માટે બાર્ડ પ્રમુખ ઈલેવનની જાહેર કરેલ ૧૩-સભ્યની ટીમ નીચે મુજબ છેઃ
કરુણ નાયર (કેપ્ટન), મયંક અગરવાલ, પૃથ્વી શા, હનુમા વિહારી, શ્રેયસ ઐયર, અંકિત બાવણે, ઈશાન કિશન (વિકેટકીપર), જલજ સક્સેના, સૌરભ કુમાર, બેસિલ થમ્પી, અવેશ ખાન, કે. વિજ્ઞેશ, ઈશાન પોરેલ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




