શિમલામાં ટેમ્પો ટ્રાવેલર ઊંડી ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત

0
7

શિમલા,તા.૨૨
હિમાચલ પ્રદેશમાં શિમલા જીલ્લાના જુબ્બલ ખાતે આજ સવારે એક ગોઝારા અકસ્માતમાં ૧૩ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જુબ્બલથી પસાર થતા કુડૂ-ત્યૂગી હાઇ-વે પર એક ટેમ્પો ટ્રાવેલર ઊંડી ખીણમાં પડી હતી.
આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને નજીકની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શિમલાથી ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા જુબ્બલ હાઇ-વે પરથી પસાર થતી ટેમ્પો ટ્રાવેલરે અચાનક કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને સીધી જ ખીણમાં પડી હતી. તેમાં સવાર લોકોમાંથી ૧૩ જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ભોગ બનેલા લોકો નંડલા ગામના હોવાની માહિતી મળી હતી.
અકસ્માત થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોની મદદ કરી હતી. પોલીસને માહિતી મળતા તે પણ સહાયક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં બચાવકાર્ય ચાલુ છે અને ઘટનાસ્થળેથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા રોહડૂ હોÂસ્પટલમાં ઘાયલોને લઇ જવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY