કાશ્મીરમાં પંચાયતોની ચૂંટણીઓ પહેલા ૨૫૦ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

0
8

શ્રીનગર,તા.૭
જમ્મુ કાશ્મીરમાં પંચાયતોની ચૂંટણીઓ પહેલા જ પાકિસ્તાન દ્વારા અશાંતિ ફેલાવવા માટે હિલચાલ શરૂ કરાઈ છે.
એક ટીવી ચેનલના અહેવાલ પ્રમાણે હાલમાં કાશ્મીર ખીણમાં ૩૦૦ આંતકવાદીઓ સક્રિય છે અને બીજા ૨૫૦ ઘૂસણખોરીની ફિરાકમાં છે. જેથી ચૂંટણી પહેલા લોકોને આતંક ફેલાવીને ડરાવી શકાય.
બીજી તરફ આ બાતમી મળ્યા બાદ સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. આતંકવાદી હુમલાની આશંકાના પગલે સુરક્ષાદળોએ પેટ્રોલિંગ વધારી દીધો છે.
સોમવારથી ચાર તબક્કામાં કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે.ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષાનો ખાસ પ્લાન તૈયાર કરાયો છે. જેના ભાગરુપે વાહનોનુ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેક પોઈન્ટ ઉભા કરાયા છે, સ્નિફર ડોગ્સને કામે લગાડવામાં આવ્યા છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સુરક્ષાનુ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY