કાશ્મીરમાં ઈદ પર હિંસા : ISIS-પાક.ના ઝંડા ફરક્યા,પોલીસકર્મીની કરપીણ હત્યા

0
44

શ્રીનગર,તા.૨૨
જમ્મુ-કાશ્મીરના કુલગામના ઝાઝરીપોરામાં ઈદગાહની બહાર તહેનાત એક પોલીસકર્મીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી. પોલીસકર્મીનું સ્થળ પર જ મોત થઇ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે જે પોલીસકર્મીની આતંકીઓએ હત્યા કરી તેઓ એસપીઓ હતા અને તેઓ આતંકવાદીઓ સાથેની લડાઇ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક અભિયાનમાં પણ સામેલ હતા. આ ઉપરાંત શ્રીનગરમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઇ છે. બકરી ઇદની નમાજ પછી પથ્થરબાજાએ સુરક્ષા જવાનો પર પથ્થરમારો કર્યો. તેમને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ બળપ્રયોગ કર્યો.
શ્રીનગરમાં પથ્થરબાજા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ અને ISIS (ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સિરિયા)નો ઝંડો લહેરાવતા જાવા મળ્યા. પથ્થરબાજાને કાબૂમાં કરવા માટે સુરક્ષાદળોએ બળપ્રયોગ કર્યો. પરિણામે હાલ, શ્રીનગરમાં સુરક્ષાદળો અને પથ્થરબાજા વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં બકરીઈદના પ્રસંગે વિવિધ જગ્યાઓએ ઝપાઝપી અને સંઘર્ષ થયો હોવાના પણ સમાચાર છે.
સલીમ શાહ રાજ્ય પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેઓ થોડા સમય પહેલા જ એસપીઓથી કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા. અબ્દુલ ગની તથા પરિવારના અન્ય સભ્યોએ આતંકીઓનો વિરોધ કર્યો. પરંતુ આતંકીઓએ તમામને જીવથી મારી નાખવાની ધમકી આપતાં ચૂપ રહેવા કહ્યું. તેઓએ કહ્યું કે તેઓ મોહમ્મદ સલીમ શાહને પૂછપરછ કર્યા બાદ મુક્ત કરી દેશે. ત્યારબાદ આતંકી તેમને પોતાની સાથે લઈ ગયા. જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ આતંકીઓએ સલીમની હત્યા કરી દીધી હતી.
તાજેતરમાં જ સરકારે રાજ્યમાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓની જાહેરાત કરી હતી. ત્યારબાદ થયેલી આ પહેલી રાજકીય હત્યા છે. આતંકીઓએ ગયા વર્ષે પણ ભાજપના નેતા ગોહર હુસેન બટની ગળું કાપીને હત્યા કરી હતી.
આ ઘટના ઉપરાંત મંગળવારે રાજ્યના કુપવાડા જિલ્લાના કાચલૂમાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો. તેમનું નામ રામબાબુ સહાય જણાવવામાં આવ્યું. બીજી બાજુ શોપિયામાં આતંકીઓએ મંગળવારે જ પૂર્વ પોલીસકર્મી શકુર અહેમદ પર્રેનું અપહરણ કરી લીધું. તેમની શોધ કરવામાં આવી રહી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY