શ્રીનગર,તા.૨૦
જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થતાની સાથે અલગાવવાદીઓ સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓએ બંધનું એલાન આપતા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બંધ દરમ્યાન અલગાવવાદી નેતા યાસીન મલિકને અટકાતમાં લેવાયો છે.
ઘાટીમાં રમઝાન માસ દરમિયાન સીઝ ફાયર અને આતંકવાદી ઓપરેશન પર સરકારે રોક લગાવી હતી. જાકે, રમઝાન માસ પુર્ણ થતાની સાથે સેનાએ ફરીવાર જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ-આઉટ શરૂ કર્યું છે. જેથી ભાગલાવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાં રમઝાન માસ દરમ્યાન સુરક્ષા દળો પર અનેક હુમલા કરવામાં આવ્યા હતા. જ્યારે રમઝાન માસ પૂર્ણ થતાની સાથે જમ્મુ કાશ્મીરમાં સરાકરે ઓરેશન ઓલ આઉટ શરૂ કરવાના આદેશ આપ્યા છે. આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાએ કાર્યવાહી શરૂ કરતા ભાગલાવાદીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



