કસ્ટોડિયલ ડેથ : રાજ્યમાં છેલ્લા આઠ વર્ષમાં અમદાવાદ સૌથી મોખરે

0
6

અમદાવાદ,તા.૨૫
૨૦૧૭માં અમદાવાદ શહેરમાં સૌથી વધુ માનવાધિકાર ભંગને લગતા કેસ નોંધાયા છે. RIT એપ્લિકેશનના જવાબમાં ખુલાસો થયો કે ગુજરાતમાં ૨૦૧૦ થી ૨૦૧૭ એમ છેલ્લા ૮ વર્ષમાં ૪૭૦ વ્યકિત નું કસ્ટોડિયલ ડેથ થયું છે. કસ્ટોડિયલ ડેથનું આ ઉંચુ પ્રમાણ ખૂબજ ચિંતા ઉપજાવે એવું છે.
અહેવાલ મૂજબ રૂપિયા અઢી કરોડના સોના-ચાંદીના પાર્સલ ચોરીના કેસમાં સુરુભા ઝાલાનું પોલીસ કસ્ટડીમાં જ મોત થતા ગુજરાત પોલીસ ફરી એકવાર મોખરાના સ્થાને છે. ફરી એકવાર કસ્ટોડિયલ ડેથને મામલે ભીંસમાં મુકાઇ ગઇ છે.
ગુજરાતના માનવઅધિકાર પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી આરટીઆઇ અરજીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જે અનુસાર વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં ૫૫ કસ્ટોડિયલ થયા હતા. આ અનુસાર સૌથી વધુ ૧૫ કસ્ટોડિયલ ડેથ અમદાવાદમાં થયા છે. જેમાથી બે મોત પોલીસ કસ્ટોડિયલ જ્યારે ૧૩ મોત સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયા હતા. ૨૦૧૭ના વર્ષમાં ૫૫માંથી ૩૩ એટલે કે ૬૦ ટકા કસ્ટોડિયલ ડેથ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ૬-૬ કસ્ટોડિયલ ડેથનો સમાવેશ થાય છે.
કસ્ટોડિયલ ડેથનો મતલબ એ છે કે કોઇ વ્યÂક્તનું જેલમાં મૃ્‌ત્યું થાય તો તેને કસ્ટોડિયલ ડેથ કહેવામાં આવે છે એટલે કે પોલીસ દમનથી જ વ્યÂક્તનું મૃત્યું થાય છે. કોઇ વ્યÂક્ત બિમાર પડે તો અને મૃત્યુ પામે તો તેને પણ કસ્ટોડિયલ મોત કહેવાય છે.
આ મામલામાં પોલીસ રાઇટ ટુ એજ્યુકેશન અરજીમાં એવી વાત સામે આવી છે કે વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં ૭૮૩ ફરિયાદ નોંધાઇ હતી. આ ૭૮૩ ફરિયાદમાંથી ૭૬૩ કમિશન દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૭ ફરિયાદો હજુ પણ રાજ્યના માનવઅધિકારપંચ પાસે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY