રાષ્ટ્રપતિની આપને રાહત, ૨૭ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવતી અરજી રદ્દ

0
68

ન્યુ દિલ્હી,તા.૨૫
દર્દી કલ્યાણ સમિતિ મામલામાં આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. આ મામલામાં આમ આદમી પાર્ટીના તમામ ૨૭ ધારાસભ્યો વિરુદ્ધ લાગેલા ઓફિસ ઓફ પ્રોફિટના આરોપો રદ્દ કરવામાં વ્યા છે. આ અહેવાલને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે. જેને કારણે આમ આદમી પાર્ટીના ૨૭ ધારાસભ્યોનું ધારાસભ્ય પદ હવે રદ્દ થશે નહીં. મહત્વપૂર્ણ છે કે વિભોર આનંદે ચૂંટણી પંચને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ૨૭ ધારાસભ્યો દર્દી કલ્યાણ સમિતિમાં અધ્યક્ષ પદ પર હોવાને કારણે ઓફિસ ઓફ પ્રોફિટ પર છે. માટે તેમનું ધારાસભ્ય પદ રદ્દ થવું જાઈએ.
ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે દર્દી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય સદસ્ય તરીકે તો હોઈ શકે છે. પરંતુ અધ્યક્ષ પદ પર રહી શકે નહીં. દિલ્હી સરકાર અંતર્ગતની દર્દી કલ્યાણ સમિતિ એક એનજીઓ હેઠળ કામ કરી રહી છે. હોસ્પિટલના પ્રબંધન સાથે સમિતિ જાડાયેલી છે. જેમાં વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, વહીવટીય અદિકારી અને આરોગ્ય અધિકારી સામેલ હોય છે. જાણકારી મુજબ આ મામલામાં કાયદાશાસ્ત્રના એક સ્ટૂડન્ટ વિભોર આનંદે ફરિયાદ કરી હતી. તેના પછી આ મામલો રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચને મામલો મોકલ્યો હતો અને તેના પર ચૂંટણી પંચે સંબંધિત ધારાસભ્યોને નોટિસ મોકલી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY